૨ શમુએલ 2:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના વિરોધીને માથાથી પકડીને તેની તલવારની અણી તેના વિરોધીને ભોંકી અને તેઓ બધા એકસાથે નીચે ઢળી પડ્યા. માટે તે જગ્યાનું નામ હિબ્રૂ ભાષામાં, “હેલ્કાથ-હાસ્સુરીમ” અથવા “તલવારોનું ખેતર” એવું પડ્યું, જે ગિબ્યોનમાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથીની કૂખમાં ભોકી દીધી; અને તે બધા સાથે નીચે પડ્યા; માટે તે જગાનું નામ હેલ્કાથ-હાસ્સુરીમ પડ્યું, તે ગિબ્યોનમાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીનું માથું પકડયું અને પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીની કૂખમાં પોતાની તલવાર ભોંકી દીધી. તેથી ચોવીસે માણસો એક સાથે પડીને મરી ગયા. તેથી એ જગ્યા ‘હેલ્કાથ-હાસ્સુરીમ’ એટલે ‘તલવારોનું ક્ષેત્ર’ એ નામે ઓળખાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 દરેક જણે પોતાના હરીફના માંથાના વાળ પકડયા અને તેના શરીરની આરપાર પોતાની તરવાર ખોસી દીધી. અને એ રીતે તેઓ બધાજ એકી સાથે જમીન પર પડી મૃત્યુ પામ્યા, આથી તે સ્થળનું નામ “તરવારનીધારનું ખેતર” પડ્યું. જે ગિબયોનમાં છે. Faic an caibideil |