Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ સૈનિકોએ કહ્યું, “તમારે યુદ્ધમાં આવવું નહિ, કેમ કે જો અમે નાસી જઈશું તોપણ તેઓ અમારી પરવા કરશે નહિ, જો અમારામાંથી અડધા લોકો મરી જાય તોપણ માણસોને અમારી દરકાર રહેશે. પણ તમે અમારા માટે દસ હજાર માણસોની ગરજ સારે એવા છો. એ માટે તમે અહીં નગરમાં રહીને અમને મદદ કરવા તૈયાર રહો એ વધારે સારું છે”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ લોકોએ કહ્યું, “તારે આવવું નહિ; કેમ કે અમે નાસીએ તોયે તેઓ અમારી પરવા કરશે નહિ; તેમ જ અમારામાંથી અડધા મરી જાય તો પણ તેઓ અમારી દરકાર કરશે નહિ; પણ તમે તો અમારામાંના દશ હજારની બરાબર છો. માટે તમે તો નગરમાં રહીને અમને સહાય કરવા તૈયાર રહો, એ જ વધારે સારું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે જવાબ આપ્યો, “તમે અમારી સાથે ન આવશો. અમારામાંના બાકી રહેલાઓ પાછા ફરીને નાસી જાય અથવા અમારામાંના અડધા મરી જાય તો શત્રુને એની પરવા નહિ હોય. પણ અમારે મન તો તમે અમારામાંના દસ હજારથીય વિશેષ છો. તમે અહીં નગરમાં રહીને અમને મદદ મોકલો એ ઉચિત થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓએ કહ્યું, “ના, તમાંરે અમાંરી સાથે આવવાનું નથી, અમે પીછે હઠ કરીને નાશી જઈએ અને અમાંરામાંથી અડધા ભાગના માંર્યા જાય તો પણ આબ્શાલોમના માંણસોને અમાંરી કાંઇ પડી નથી, તેઓ તમાંરી પાછળ પડ્યાં છે અને તમે તો અમાંરા 10,000 માંણસોની બરાબર છો! તમે અહીં નગરમાં રહી જાવ તે વધારે સારું છે. તમે નગરમાં રહીને અમને મદદ મોકલતા રહો એ જ વધારે સારું છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:3
8 Iomraidhean Croise  

યોઆબે અબિશાયને કહ્યું કે, “જો અરામીઓ અમને ભારે પડે, તો તું મને નિશ્ચે બચાવજે. પણ જો આમ્મોનીઓનું સૈન્ય તને ભારે પડે, તો હું આવીને તને બચાવીશ.


જયારે તે થાકેલો અને નિર્બળ હશે ત્યારે હું તેની પાસે જઈને તેને ગભરાવી નાખીશ. ત્યારે જે માણસો તેની સાથે છે તે બધા ભાગી જશે અને હું ફક્ત રાજા પર જ હુમલો કરીશ.


પણ સરુયાના દીકરા અબિશાયે તેને બચાવ્યો અને પેલા પલિસ્તી પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ત્યારે દાઉદના માણસોએ તેને સમ ખાઈને કહ્યું, “તારે હવેથી અમારી સાથે યુદ્ધમાં આવવું નહિ, કે રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”


હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરાયલના રાજા સિવાય કોઈપણ નાના કે મોટાની સાથે લડશો નહિ.”


યહોવાહથી અભિષિક્ત થયેલો જે અમારા મુખનો શ્વાસ, અમારો રાજા, જેના વિષે અમે કહ્યું કે, “તેની છાયામાં અમે દેશોમાં જીવીશું, તે તેઓના ફાંદાઓમાં પકડાયો.”


સૈન્યોના યહોવાહ કહે છે, “હે તલવાર મારા પાળક વિરુદ્ધ, તથા જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ટોળું વિખેરાઈ જશે. કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ.


તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી હતી કે: “શાઉલે સહસ્ત્રને અને દાઉદે દસ સહસ્ત્રને સંહાર્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan