Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હમણાં તે કોઈ ખાડામાં કે કોઈ બીજી જગ્યાએ સંતાયેલા હશે. શરૂઆતના હુમલામાં તમારામાંના કેટલાક માણસો માર્યા જશે. તે વિષે જે કોઈ સાંભળશે તેઓ કહેશે કે, ‘આબ્શાલોમની પાછળ ચાલનાર સૈનિકોની કતલ થઈ રહી છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો, તે હમણાં કોઈ ગુફામાં કે [બીજે] કોઈ સ્થળે સંતાયેલા હશે. જો શરૂઆતમાં જ આપણાંમાંના કેટલાક પડશે, ત્યારે એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહેશે કે, ‘આબ્શાલોમના પક્ષના લોકોનો ઘાણ વળ્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 અત્યારે કદાચ તે કોઈ ગુફા કે બીજી કોઇ જગ્યાએ સંતાયા હશે. દાવિદના પ્રથમ હુમલા વખતે કેટલાક માણસો માર્યા જશે ત્યારે તે સાંભળનારા કહેશે, ‘આબ્શાલોમના માણસોની ભારે ક્તલ થઈ છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આ સમયે તે કોઈ ગુફામાં કે ઊંડી સાંકડી ખીણમાં સંતાયેલો હશે. તે તેના સંતાઇ રહેવાના સ્થાનેથી અચાનક બહાર આવશે અને સૌથી પહેલા તારા માંણસો પર હુમલો કરશે પછી જે કોઇ આ વિષે સાંભળશે તેઓ કહેશે. “આબ્શાલોમના લોકોનો સંહાર થઈ રહ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:9
10 Iomraidhean Croise  

એટલે બહાદુર સૈનિકો, જેઓ સિંહ જેવા શૂરવીર સમાન છે, તેઓ પણ ગભરાશે કારણ કે આખું ઇઝરાયલ જાણે છે કે તારો પિતા શૂરવીર યોદ્ધો છે અને જે માણસો તેની સાથે છે તે ઘણાં બળવાન છે.


વળી હુશાયે કહ્યું, “તને ખબર છે કે તારા પિતા અને તેના માણસો બહુ હિંમતવાન યોદ્ધાઓ છે, જેમ પોતાના બચ્ચાં છીનવાઈ જવાથી રીંછણ ક્રોધિત હોય છે તેવા તે લોકો છે. તારો પિતા લડવૈયા પુરુષ છે; તે આજે રાત્રે સૈનિકોની સાથે રહેશે નહિ.


ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓ સર્વના મૃતદેહો તેણે એક ટાંકામાં નાખ્યા હતા, તે ટાંકું નથાન્યાના દીકરા ઇશ્માએલે મૃતદેહોથી ભર્યું હતું. અને તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી રક્ષણ મેળવવા બંધાવ્યું હતું.


અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.


તેઓ અમારી પાછળ બહાર આવશે. પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે, ‘પહેલાંની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે.’ માટે અમે તેઓથી દૂર નાસીશું.


તેથી દાઉદ ત્યાંથી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે જાણીને તેના ભાઈઓ તથા તેના પિતાના સમગ્ર કુટુંબનાં માણસો ત્યાં તેની પાસે ગયાં.


જાઓ, તે વિષે હજી વધારે નક્કી કરીને જાણો અને શોધો કે તેની સંતાવાની જગ્યા ક્યાં છે અને ત્યાં તેને કોણે જોયો છે. કેમ કે મને ખબર મળી છે કે તે ઘણો ચાલાક છે.


તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan