Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તો હવે, જલ્દી જાઓ, દાઉદને ખબર આપીને તેને કહો કે, ‘આજે રાત્રે રાન તરફના આરા પાસે છાવણી નાખશો નહિ, પણ નદી ઓળંગી જાઓ નહિ તો રાજા અને તેના સર્વ લોકો માર્યા જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો હવે કોઈને જલદી મોકલીને દાઉદને કહેવડાવો, ‘આજ રાતે તમે રાન તરફના આરા પાસે પડાવ રાખશો નહિ, પણ ગમે તેમ કરીને પેલી બાજુ ઊતરી જાવ; નહિતો રાજા તથા તેમની સાથેના બધા માણસો [આબ્શાલોમનો] ભોગ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 વળી, હુશાયે તેમને કહ્યું, “તો હવે દાવિદને સત્વરે સંદેશો મોકલો કે તે વેરાનપ્રદેશમાં જવાના નદીના ઘાટે આજની રાત ગાળે નહિ, પણ તરત જ યર્દન નદી પાર ઊતરી જાય; જેથી તે અને તેના માણસો પકડાઈને માર્યા જાય નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હૂશાયએ તેઓને કહ્યું, ઉતાવળ કરો, દાઉદને શોધી કાઢો અને તેને કહો જે સ્થળો ઓળંગીને લોકો રણમાં જાય છે ત્યાં આજે રાત્રે ન રહે એને કહો તે તાત્કાલિક યર્દન નદી ઓળંગી જાય, નહિ તો રાજા અને તેના સર્વ માંણસો માંર્યા જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:16
14 Iomraidhean Croise  

તેથી દાઉદે પોતાના જે બધા ચાકરો યરુશાલેમમાં તેની સાથે હતા તેઓને કહ્યું કે, “ઊઠો આપણે નાસી જઈએ, નહિ તો આપણામાંનો કોઈપણ આબ્શાલોમથી બચી શકવાનો નથી. ઉતાવળે અહીં જવાની તૈયારી કરીએ, નહિ તો તે આપણને જલ્દી પકડી પાડશે અને આપણા પર આફત લાવીને તલવારથી હુમલો કરી નગરનો નાશ કરશે.”


જ્યાં સુધી તમારી તરફથી મને ખાતરીપૂર્વક ખબર નહિ મળે, ત્યાં સુધી હું અરણ્ય તરફના ઘાટ આગળ ઊભો રહીશ.


વળી શું સાદોક તથા અબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી જે વાતો રાજાના મહેલમાં તું સાંભળે તે તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે.


તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.”


પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”


મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.


જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; સેલાહ તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.


જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’”


કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય.


અને યોનાથાને છોકરાંને હાંક મારી, “ઝડપ કર, જલ્દી આવ, વિલંબ ન કર!” તેથી એ છોકરો બાણો એકઠાં કરીને પોતાના માલિક પાસે આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan