૨ શમુએલ 16:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અહિથોફેલે આબ્શાલોમને જવાબ આપ્યો, “તારા પિતાની ઉપપત્નીઓને તે મહેલની સંભાળ લેવા માટે મૂકી ગયા હતા, ત્યાં તું જા અને તેઓની આબરૂ લે અને સર્વ ઇઝરાયલીઓને ખબર પડશે કે, તારા પિતા તને ધિક્કારે છે. પછી જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “તમારા પિતાએ ઘર સાચવવા માટે જે ઉપપત્નીઓ મૂકેલી છે તેઓની આબરૂ લો. અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તમારા પિતા તમને ધિક્કારે છે, ત્યારે જેઓ તમારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 અહિથોફેલે જવાબ આપ્યો, “તમારા પિતાએ મહેલની સંભાળ રાખવા અહીં રાખેલી ઉપપત્નીઓ સાથે તમે સમાગમ કરો. પછી ઇઝરાયલમાં સૌ જાણશે કે તમે તમારા પિતાના પાકા દુશ્મન બન્યા છો ત્યારે તમારા પક્ષના માણસોને ઘણું ઉત્તેજન મળશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.” Faic an caibideil |