Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જયારે દાઉદનો મિત્ર હુશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે હુશાયે અબ્શાલોમને કહ્યું, “રાજા, ઘણું જીવો! રાજા ઘણું જીવો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને દાઉદનો મિત્ર હુશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે એમ થયું કે હુશાયે આબ્શાલોમને કહ્યું, “રાજા [ઘણું] જીવો, રાજા [ઘણું] જીવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 દાવિદના મિત્ર હુશાયે આબ્શાલોમને મળતાં પોકાર કર્યો, “રાજા ઘણું જીવો, રાજા ઘણું જીવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દાઉદનો મિત્ર આકીર્હૂશાય જયારે આબ્શાલોમને મળ્યો ત્યારે તેણે તેને કહ્યું, “નામદાર રાજા, ઘણું જીવો! નામદાર રાજા ઘણું જીવો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:16
13 Iomraidhean Croise  

અને એમ થયું કે, જયારે દાઉદ પર્વતના શિખર પર, કે જ્યાં લોકો ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં પહોંચ્યો, ત્યારે હુશાય આર્કી તેને મળવા માટે આવ્યો. તેનો અંગરખો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી.


પણ જો તું નગરમાં પાછો જઈને આબ્શાલોમને કહે કે, હે રાજા, હું તારો સેવક થઈશ, જેમ પાછલા સમયમાં હું તારા પિતાનો ચાકર હતો, તે પ્રમાણે હવે હું તારો ચાકર થઈશ, તો તું મારા માટે અહિથોફેલની સલાહને નિષ્ફળ કરીશ.’”


તેથી દાઉદનો મિત્ર, હુશાય, જયારે યરુશાલેમ નગરમાં પહોંચ્યો ત્યારે આબ્શાલોમ પણ તે નગરમાં પ્રવેશતો હતો.


કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, ‘રાજા અદોનિયા ઘણું જીવો!’”


ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને રણશિંગડું વગાડીને જાહેર કરજો કે, ‘સુલેમાન રાજા ઘણું જીવો!’”


નાથાનનો દીકરો અઝાર્યા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબૂદ યાજક તથા રાજાનો મિત્ર હતો.


પછી યહોયાદાએ રાજપુત્ર યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “રાજા ઘણું જીવો!”


ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું.”


ત્યારે રાજા તથા તેના અમીર ઉમરાવોએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, “હે રાજા, સદા જીવતો રહે! તારા વિચારોથી ગભરાઈશ નહિ. તારો ચહેરો બદલાઈ ન જાઓ.


ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, સદા જીવતા રહો.


પછી આ વહીવટદારો તથા સૂબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા. તેઓએ રાજાને કહ્યું, “હે રાજા દાર્યાવેશ, સદા જીવતા રહો!


હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”


પછી શમુએલે લોકોને કહ્યું, “શું ઈશ્વરના પસંદ કરેલા માણસને તમે જુઓ છો? બધા લોકોમાં તેના જેવો કોઈ નથી!” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા ઘણું જીવો!”


Lean sinn:

Sanasan


Sanasan