૨ શમુએલ 15:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને નગરના દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો. જયારે કોઈ માણસ વાદવિવાદ કે તેના ન્યાય માટે રાજા પાસે જતો, ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને પૂછતો કે, “તું કયા નગરમાંથી આવ્યો છે?” ત્યારે તે માણસ ઉત્તર આપતો કે, “તારો દાસ ઇઝરાયલના એક કુળમાંનો છે. પછી તે તેનું સાંભળતો હતો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો; અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે, ત્યારે ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને પૂછતો, “તું ક્યા નગરનો છે?” ત્યારે તે કહેતો, “તારો દાસ ઇઝરાયલના અમુક કુળમાંનો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તે સવારે વહેલો ઊઠીને નગરના દરવાજાના રસ્તાની પાસે જઈને ઊભો રહેતો. જ્યારે કોઈ માણસ રાજા પાસે પોતાની તકરારના નિરાકરણ માટે આવતો ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને તે ક્યાંનો છે તે પૂછતો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.” Faic an caibideil |