૨ શમુએલ 14:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે, “જો, મેં તને સંદેશો મોકલાવ્યો હતો કે, ‘તું અહીં આવ કે જેથી હું તારા દ્વારા રાજાને ખબર મોકલું કે, “હું ગશૂરથી શા માટે આવ્યો છું? હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારા માટે વધારે સારું થાત. માટે હવે રાજા સાથે મારી રૂબરૂ મુલાકાત કરાવ. અને જો તેને મારામાં દોષ દેખાય તો તે ભલે મને મારી નાખે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો, “જો, મેં તારી પાસે માણસ મોકલીને કહાવ્યું કે, અહીં આવ, કે, હું તને રાજા પાસે મોકલીને કહાવું કે, ગશૂરથી હું શા માટે આવ્યો છું? હું હજી ત્યાંજ રહ્યો હોત તો મારું વધારે હિત થાત. તો હવે હું રાજાનું મોં જોઉં એવું કરાવ; મારામાં કંઈ અન્યાય હોય, તો તે મને બેશક મારી નાખે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 આબ્શાલોમે જવાબ આપ્યો, “મેં તને બોલાવ્યો ત્યારે તું આવ્યો નહિ તેથી આગ લગાડી. મારી ઇચ્છા તો તું રાજા પાસે જઇને મારે માટે તેમને કહે એવી હતી, હું ગેશૂરથી અહીં શા માટે આવ્યો? એના કરતાં તો હું ત્યાં રહ્યો હોત તો સારું થાત.” વળી, આબ્શાલોમે કહ્યું, “તું મને રાજાની મુલાકાત ગોઠવી આપ એવી મારી ઇચ્છા હતી અને જો હું દોષિત હોઉં તો પછી ભલે તે મને મારી નાખે.” Faic an caibideilપવિત્ર બાઈબલ32 આબ્શાલોમે કહ્યું, “માંરી ઇચ્છા એવી છે કે તું રાજાને એમ પૂછ કે, જો તે મને જોવા ઇચ્છતો નથી તો મને શા માંટે ગશૂરમાંથી પાછો બોલાવ્યો છે? હું ત્યાં જ રહ્યો હોત તો માંરા માંટે વધારે સારું હતું. માંરે રાજાની સાથે મુલાકાત કરવી છે, અને જો મેં કંઈ પાપ કર્યું હોય એમ તેમને લાગે તો મને મોતની સજા કરી શકે છે.” Faic an caibideil |