૨ શમુએલ 12:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને પાળી હતી. તે તેની સાથે ને તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી, ને તેની ગોદમાં તે સૂતી હતી, ને તે તેને દીકરી સમાન હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પણ ગરીબ પાસે તેણે ખરીદેલી એકમાત્ર નાની ઘેટી હતી. તે તેની સંભાળ રાખતો અને તેણે તેને પોતાના ઘરમાં પોતાનાં છોકરા સાથે ઉછેરી હતી. તે પોતાના ખોરાકમાંથી તેને ખવડાવતો, તેના પ્યાલામાંથી તેને પાણી પીવા દેતો અને પોતાના ખોળામાં સૂવા દેતો. ઘેટી તેને મન પોતાની પુત્રી સમાન હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 પણ પેલા ગરીબ માંણસ પાસે એક નાની ઘેટી સિવાય કંઈ જ નહોતું. તેણે ઘણી મુશ્કેલીઓ વેઠીને ખરીધું હતું. તે ઘેટું તેનાં બાળકોને ખૂબ પસંદ હતું. તે તેના ઘરમાં તેના છોકરાઓ ભેગી જ મોટી થતી હતી. તે તેની થાળીમાંથી જમતી, તેના પ્યાલામાંથી પાણી પીતી અને તેના ખોળામાં સૂતી હતી. તે તેને દીકરીની જેમ ઊછેરતો હતો. Faic an caibideil |