૨ શમુએલ 12:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 સાતમે દિવસે એમ થયું કે, તે બાળક મરણ પામ્યું. હવે એ બાળક મરણ પામ્યું છે એવું તેને કહેતાં દાઉદના ચાકરો ગભરાયા, કેમ કે તેઓએ કહ્યું કે, “જુઓ, જયારે બાળક જીવતું હતું ત્યારે અમે તેની સાથે વાત કરતા હતા પણ તે અમારી વાત સાંભળતો ન હતો. પણ હવે જો અમે તેને કહીએ કે, બાળક મરી ગયું છે, તો તે પોતાને શું કરશે?!” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 સાતમે દિવસે એમ થયું કે તે બાળક મરણ પામ્યું. અને બાળક મરી ગયું છે, એ ખબર તેને કહેતાં દાઉદના ચાકરો બીધા, કેમ કે તેઓએ કહ્યું, “જો, બાળક જીવતું હતું, ત્યારે આપણે તેમની સાથે બોલતા હતા તો તે આપણું કહેવું સાંભળતા નહિ; ત્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેમને કહીએ તો તે કેટલા બધા દુ:ખી થશે!” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 એક સપ્તાહ પછી બાળક મરી ગયું અને દાવિદના અધિકારીઓ તેને એ સમાચાર જણાવતાં ડરતા હતા. તેમણે કહ્યું, “બાળક જીવતું હતું ત્યારે દાવિદ આપણું કહેવું કે બોલવું માનતો કે સાંભળતો નહિ; તો તેનું બાળક મરણ પામ્યું છે એવું આપણાથી કેવી રીતે કહેવાય? તે પોતે જ પોતાને કંઈ નુક્સાન કરી બેસે તો!” Faic an caibideilપવિત્ર બાઈબલ18 સાતમાં દિવસે તે બાળકનું મૃત્યુ થયું. દાઉદને આ સંદેશો આપવાનો હતો જે આપવા ચાકરોની હિંમત ચાલી નહિ, તેમણે વિચાર્યું, “બાળક જીવતું હતું, ત્યારે તો તે આપણું કહેવું સાંભળતો નહોતો, પણ હવે જ્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે તેને કાંઇ અનિષ્ટ કરશે.” Faic an caibideil |