Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 10:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આ બાબત તેઓએ દાઉદને જણાવી, ત્યારે તેણે તેઓને મળવા માટે માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણાં શરમાતા હતા. એટલે રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરીખોમાં રહો અને પછીથી પાછા આવજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દાઉદને એ ખબર મળી ત્યારે તેણે તેઓની સામા [માણસ] મોકલ્યા. કેમ કે તે માણસો ઘણા શરમાતા હતા. રાજાએ કહ્યું, “તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરેખોમાં રહો, ને ત્યાર પછી પાછા આવજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જયારે દાઉદે આ વાત સાંભળી ત્યારે તેણે તેઓને મળવા માંણસ મોકલ્યો, કારણ, તેઓ ખૂબ શરમ અનુભવતાં હતાં. દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમાંરી દાઢી પાછી ઊગે ત્યાં સુધી તમે યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 10:5
6 Iomraidhean Croise  

તેથી હાનૂને દાઉદના દાસોની અડધી દાઢીઓ મૂંડાવી નાખી. તેઓનાં કમર નીચે સુધીના વસ્ત્રો કાપી નાખીને તેઓને દૂર મોકલી દીધા.


જયારે આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં તિરસ્કૃત થયા છે, ત્યારે તેઓએ સંદેશાવાહકો મોકલીને બેથ-રાહોબના તથા સોબાહના અરામીઓમાંથી વીસ હજાર પાયદળ સૈનિકો, હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસો વેતન આપી સૈન્યમાં દાખલ કર્યા.


તેના સમય દરમિયાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા. ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવાહ જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું.


જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો.


હવે ઇઝરાયલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan