Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 અને ઇઝબેલનો મૃતદેહ યિઝ્રએલ ભૂમિના ખેતરોમાં ખાતરરૂપ થશે. જેથી કોઈ એવું નહિ કહે કે, “આ ઇઝબેલ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને ઇઝબેલની લાશ યિઝ્‍એલના વાંટાના ખેતરમાં ખાતરરૂપ થશે, જેથી લોકો એમ નહિ કહે કે, આ ઇઝબેલ છે.”’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 છાણની માફક તેના અવશેષો વિખેરાઈ જશે અને કોઈ તેને ઓળખી પણ નહિ શકે કે તે ઇઝબેલ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 ‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:37
14 Iomraidhean Croise  

એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.


તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.


જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત.


તેથી યહોવાહનો કોપ પોતાના લોકો વિરુદ્ધ સળગ્યો છે અને તેઓના પર યહોવાહે હાથ ઉગામીને તેમને સજા કરી છે; પર્વતો ધ્રૂજ્યા અને લોકોના મૃત દેહ ગલીઓમાં કચરાની જેમ પડ્યા છે. તેમ છતાં, તેમનો ક્રોધ શાંત થયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.


“તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તલવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાઈ જશે.”


એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે.


તે દિવસે યહોવાહે જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે શોક કરવામાં આવશે નહિ, તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ. તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.


ત્યાર પછી લહિયો અલિશામાની ઓરડીમાં તે ઓળિયાને મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં.


યહોવાહ કહે છે, તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં હાડકાં અને તેમના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં અને પ્રબોધકોનાં તેમ જ યરુશાલેમના રહેવાસીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢી લાવશે.


સૂર્ય, ચંદ્ર અને આકાશના સર્વ સૈન્ય જેઓના પર તેઓએ પ્રેમ રાખ્યો છે, તેઓ વંઠી ગયા છે. જેઓને તેઓએ શોધ્યા છે અને જેમની તેઓએ પૂજા કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નંખાશે અને ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, તેઓ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઈ જશે.


આ પ્રગટ કર યહોવાહ આ પ્રમાણે કહે છે; જેમ ખેતરમાં ખાતર તથા કાપણી કરનારની પાછળ પૂળીઓ પડે છે, તેમ મનુષ્યના મૃતદેહો પડશે. અને તેઓને એકઠા કરનાર કોઈ હશે નહિ.


યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,


Lean sinn:

Sanasan


Sanasan