Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હઝાએલે કહ્યું, “તારો સેવક એક કૂતરા તુલ્ય છે, તે કોણ છે કે આવાં કામ કરે?” એલિશાએ કહ્યું, “યહોવાહે મને બતાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ હઝાએલે કહ્યું, “તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે, તે કોણ માત્ર કે તે એવું મહાન કાર્ય કરે?” એલિશાએ ઉત્તર આપ્યો, “યહોવાએ મને જણાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 હઝાએલે કહ્યું, “આ તમારો સેવક તો કૂતરા બરાબર છે; એની શી વિસાત કે તે આવું મોટું કામ કરી શકે?” એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ મને બતાવ્યું છે કે તું અરામનો રાજા બનશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હઝાએલ બોલ્યો, “પણ આ સેવક તે શી વિસાતમાં? હું તો એક કૂતરો માત્ર છું, એવું મોટુ કામ શી રીતે કરી શકું?” એલિશાએ કહ્યું, “તું અરામનો રાજા થવાનો છે તે યહોવાએ મને બતાવ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:13
14 Iomraidhean Croise  

મફીબોશેથે નમન કરીને કહ્યું, “આ દાસ કોણ છે, કે મૂએલા કૂતરા જેવા મારા પર તું કૃપા દર્શાવે?”


પછી યહોવાહે તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા અને જયારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.


યહોઆહાઝના સર્વ દિવસોમાં અરામના રાજા હઝાએલે ઇઝરાયલ પર જુલમ કર્યો.


એલિશાએ તેને કહ્યું, “જઈને બેન-હદાદને કહે કે, ‘તું નિશ્ચે સાજો થશે.’ પણ યહોવાહે તો મને એવું બતાવ્યું છે કે તે નિશ્ચે મરણ પામશે.”


કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.


મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.


હૃદય સૌથી કપટી છે, તે અતિશય દુષ્ટ છે; તેને કોણ જાણી શકે?


જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.


જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.


કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો.


કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.


પછી તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે, તું લાકડીઓ લઈને મારી સામે આવ્યો છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan