Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી સાંજના સમયે સૈનિકો ઊઠીને તેમના ઘોડાઓ, તંબુઓ, ગધેડાંઓ અને છાવણી જેમ હતી એમની એમ મૂકીને પોતાના જીવ લઈને નાસી ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 માટે સંધ્યાકાળ થતાં ઊઠીને તેઓ નાસી ગયા હતા. અને તેઓના તંબુઓને, તેઓના ઘોડાઓને તથા તેઓના ગધેડાંને, એટલે છાવણી જેમ હતી તેમ ને તેમ મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી તે સાંજે અરામીઓ તેમના તંબૂ, ઘોડા અને ગધેડાં પડતાં મૂકી છાવણીને યથાવત્ છોડી દઈ જીવ લઈને ભાગી ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:7
18 Iomraidhean Croise  

એક રથની કિંમત છસો શેકેલ જેટલી હતી. એક ઘોડાની કિંમત એકસો પચાસ ચાંદી જેટલી હતી. એ પ્રમાણેની કિંમત ચૂકવીને એ જ પ્રમાણે મિસરમાંથી ઘોડા ખરીદયા હતા. હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ વેપારીઓ તેઓને તે લાવી આપતા હતા.


તેઓ સામા પક્ષનાઓને સૈનિકોમાંથી કેટલાક મારી નાખવા લાગ્યા ત્યારે અરામીઓ ડરીને ભાગવા લાગ્યા; પછી ઇઝરાયલીઓ તેઓની પાછળ પડ્યા. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસવારો સાથે ઘોડા પર બેસી નાસી ગયો.


ચારેકોર ભય તેને ગભરાવશે; તે તેની પાછળ પડશે.


યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.


રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.


કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ વ્યક્તિ નાસી જાય છે, પણ નેકીવાનો સિંહના જેવા નીડર હોય છે.


જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.


તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.


એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.


બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારેબાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું.


છાવણીમાં, રણક્ષેત્રમાં તથા લોકોમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટ કરનારાઓ પણ ગભરાઈ ગયા. ત્યાં ધરતીકંપ જેવી ધ્રૂજારી પ્રસરી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan