૨ રાજા 7:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ઈશ્વરભક્તે રાજાને કહ્યું હતું “કાલે, આ સમયે સમરુનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે” તેવું જ થયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ઈશ્વરભક્તે રાજાને બોલાવીને કહ્યું હતું, ‘કાલે આશરે આ સમયે સમરુનની ભાગળમાં બે માપ જવ એક શેકેલે, ને એક માપ મેંદો એક શેકેલે વેચાશે, ’ તેમ થયું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 ઈશ્વરભક્ત એલિશાએ રાજાને કહ્યું હતું કે આવતી કાલે આ સમયે સારામાં સારા ત્રણ કિલો ઘઉં અને છ કિલો જવ ચાંદીના એક સિક્કાને ભાવે વેચાશે; Faic an caibideilપવિત્ર બાઈબલ18 એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું. Faic an caibideil |
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’