૨ રાજા 7:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો, તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઊતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો, તેને રાજાએ દરવાજાની સંભાળ રાખવાનું સોંપ્યું. રાજા ઊતરીને તેની પાસે આવ્યો ત્યારે ઈશ્વરભક્તે જેમ કહ્યું હતું તેમ, તે [સરદાર] દરવાજામાં લોકોનાં પગ નીચે છૂંદાઈને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 હવે એવું બન્યું કે ઇઝરાયલના રાજાએ નગરના દરવાજાનો હવાલો તેના અંગરક્ષકને સોંપ્યો હતો. રાજા એલિશાને મળવા ગયો હતો ત્યારે ઈશ્વરભક્ત એલિશાએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ એ અંગરક્ષક લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 રાજાએ પોતાના અંગત મદદનીશને શહેરના દરવાજાની ચોકી કરવા રોકયો હતો; પણ લોકોએ તેને ત્યાં જ પગ તળે છૂંદીને મારી નાખ્યો. આમ રાજા જયારે દેવના માણસ એલિશાને મળવા આવ્યો હતો ત્યારે એલિશાએ જે વાતની ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી. Faic an caibideil |
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’