Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેઓ યર્દન સુધી તેઓની પાછળ ગયા, તો જુઓ આખો માર્ગ અરામીઓએ ઉતાવળમાં ફેંકી દીધેલાં તેઓનાં વસ્ત્રો અને પાત્રોથી ભરાઈ ગયેલો હતો. તેથી સંદેશાવાહકોએ પાછા આવીને રાજાને તે વિષે ખબર આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓ તેમની પાછળ યર્દન સુધી ગયા. અને જુઓ, જે વસ્ત્રો તથા પાત્રો અરામીઓએ ઉતાવળને લીધે ફેંકી દીધાં હતાં, તેથી આખો માર્ગ ભરપૂર હતો, અને સંદેશિયાઓએ પાછા આવીને રાજાને ખબર આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પેલા માણસો છેક યર્દન સુધી ગયા અને નાસી છૂટતી વખતે અરામીઓએ રસ્તે પડતાં મૂકેલાં વસ્ત્રો અને સાધન- સરંજામ તેમણે જોયાં. પછી તેમણે આવીને રાજાને અહેવાલ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેઓ યર્દન સુધી પાછળ પાછળ ગયા, તો આખો રસ્તો અરામીઓએ ગભરાટમાં ને ગભરાટમાં ફેંકી દીધેલાં વસ્ત્રો અને સરસામાનથી છવાઈ ગયેલો હતો. સંદેશવાહકોએ પાછા આવીને રાજાને ખબર આપી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:15
14 Iomraidhean Croise  

માટે તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેઓને અરામીઓના સૈન્યની પાછળ મોકલીને કહ્યું, “જઈને જુઓ.”


પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી. માટે યહોવાહના વચન પ્રમાણે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.


તેઓને પીવા માટેના પ્યાલા સોનાના હતા. એ પ્યાલા વિશિષ્ઠ પ્રકારના હતા. અને રાજાની ઉદારતા પ્રમાણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મદીરા હતો.


શેતાને યહોવાહને જવાબ આપ્યો, “ચામડીને બદલે ચામડી હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.


શોધવાનો સમય અને ગુમાવવાનો સમય, રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય;


ન્યાયને દિવસે દૂરથી તમારા પર આવનાર વિનાશનું તમે શું કરશો? તમે સહાયને માટે કોની પાસે દોડશો અને તમારી સંપત્તિ ક્યાં મૂકશો?


તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.


તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે.


કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે.


જે ઉલ્લંઘનો તમે કર્યા છે તેને તમારી પાસેથી ફેંકી દો; તમારે માટે નવું હૃદય તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલી લોકો, તમે શા માટે માર્યા જાઓ છો?


કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?


આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ.


Lean sinn:

Sanasan


Sanasan