૨ રાજા 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “હું તમને વિનંતી કરું છું કે, નગરમાં બાકી બચેલા ઘોડાઓમાંથી પાંચ ઘોડેસવારોને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. જો તેઓ જીવતા પાછા આવશે તો તેઓની હાલત બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાંઓની હાલત કરતાં તેઓની હાલત ખરાબ નહિ હોય.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો, “કૃપા કરીને નગરમાં બચેલા ઘોડાઓમાંથી પાંચ લઈને કોઈને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. (જો તેઓ જીવતા રહેશે તો તેમની હાલત બધા બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, અને જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાએની હાલત કરતાં ખરાબ નહિ હોય.)” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તેના અમલદારોમાંના એકે કહ્યું, “આમેય અગાઉ માર્યા ગયેલાઓની જેમ નગરના બાકીના લોકો પણ અહીં મરવાના છે. તેથી જે પાંચ ઘોડા બાકી રહ્યા છે તે લઈ આપણે કેટલાક માણસોને પરિસ્થિતિની જાતતપાસ માટે મોકલીએ, જેથી ખરેખર શું બન્યું છે તેની આપણને જાણ થાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 રાજાના અમલદારોમાંના એકે કહ્યું, “તમે કોઇને સત્ય જાણવા ત્યાં મોકલશો તો સારું થશે. ભલે થોડા માણસો નગરમાં બાકી બચેલા ઘોડામાંથી પાંચ ઘોડાને લઇને જાય, આ ઘોડાઓ જો મરી જશે તો તેમનું નશીબ ઇસ્રાએલના નશીબથી જુદું નહિ હોય આખરે તો આપણે બધાં પણ મરી જવાના છીએ.” Faic an caibideil |