૨ રાજા 7:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યારે રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું તમને કહીશ. તે લોકો જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, તેથી તેઓ છાવણી છોડીને ખેતરમાં સંતાઈ ગયા હશે. તેઓ વિચારતા હતા કે, ‘જયારે તેઓ નગરમાંથી બહાર આવશે ત્યારે આપણે તેઓને જીવતા પકડી લઈને નગરમાં જતા રહીશું.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું હવે તમને સમજાવીશ. તેઓ જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, માટે તેઓ નગરમાંથી નીકળશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈને નગરમાં પેસી જઈશું, એમ કહીને તેઓ છાવણીમાંથી નીકળીને સીમમાં સંતાઈ રહ્યા હશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હજી તો રાત હતી પણ રાજાએ પથારીમાંથી જાગી ઊઠીને પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ કેવો વ્યૂહ રચ્યો છે તે સમજો. તેમને અહીંના દુકાળની ખબર છે, તેથી તેઓ પોતાની છાવણી મૂકીને પહાડીપ્રદેશમાં સંતાઈ રહ્યા છે. તેમની ધારણા છે કે આપણે ખોરાક મેળવવા બહાર જઈશું અને પછી તેઓ આપણને જીવતા જ પકડી લેશે અને નગર કબજે કરી લેશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ12 હજી તો અંધારું હતું ત્યાં જ ઊઠીને રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ શું કર્યુ છે તે હું તમને કહું છું, તે લોકો જાણે છે કે આપણે ભૂખે મરીએ છીએ, આથી તેઓ છાવણી છોડીને વગડામાં સંતાઈ ગયા છે. તેમણે એમ ધાર્યુ છે કે, ‘એ લોકો શહેરમાંથી બહાર આવશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈશું અને શહેરમાં દાખલ થઈ જઈશું.’” Faic an caibideil |