Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 6:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ એક જણ લાકડાં કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ; તેણે બૂમ પાડીને કહ્યું, “હે મારા ગુરુજી! એ કુહાડી તો હું માંગી લાવ્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ એક જણ મોભ કાપતો હતો તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું, “ હે મારા ગુરુજી, અફસોસ! કેમ કે એ તો માગી લાવેલી હતી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓમાંથી એક જણ વૃક્ષ કાપતો હતો ત્યારે અચાનક તેનો કુહાડો પાણીમાં પડી ગયો. તેણે એલિશાને કહ્યું, “ગુરુજી, હવે શું કરું? એ તો માગી આણેલો કુહાડો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પણ થયું એવું કે એક જણ લાકડા કાપતો હતો, એવામાં તેની કુહાડી જળમાં પડી ગઇ; તે બોલી ઊઠયો, “ગુરુજી, એ કુહાડી તો કોઈની માંગી લાવેલી હતી!”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 6:5
12 Iomraidhean Croise  

ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “આ શું છે? યહોવાહે આપણને ત્રણ રાજાઓને ભેગા કરીને બોલાવ્યા છે કે જેથી મોઆબીઓ આપણને હરાવે?”


પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, “તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો.”


જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”


તેથી તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેઓએ લાકડાં કાપવા માંડયાં.


ઈશ્વરભક્ત એલિશાએ પૂછ્યું, “તે કયાં પડી છે?” એટલે તે માણસે એલિશાને જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું. તેથી કુહાડી સપાટી પર આવીને તરવા લાગી.


દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.


જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.


તે ગાઢ જંગલનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશે અને લબાનોન તેની ભવ્યતામાં ધરાશાયી થશે.


અને તેની પીડાની બીકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે, હાય! હાય! મોટું બાબિલોન નગર! બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે.’”


કહેશે કે, હાય! હાય! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!’


હાય! હાય! તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, ‘હાય! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.’”


Lean sinn:

Sanasan


Sanasan