૨ રાજા 6:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 માટે રાજાએ તેઓને સારુ પુષ્કળ ખોરાક તૈયાર કરાવ્યો. તેઓ ખાઈ પી રહ્યા પછી તેઓને વિદાય કર્યાં અને તેઓ પોતાના માલિક પાસે પાછા ગયા. ત્યાર પછી અરામનાં સૈન્યો ઘણાં લાંબા સમય સુધી ઇઝરાયલમાં પાછાં આવ્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે તેમને માટે મોટું ખાણું તૈયાર કર્યું. તેઓ ખાઈપી રહ્યા ત્યારે રાજાએ તેઓને વિદાય કર્યા, ને તેઓ પોતાના ધણીની પાસે પાછા ગયા. ત્યાર પછી અરામના સૈન્યો ઇઝરાયલ દેશમાં આવ્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેથી ઇઝરાયલના રાજાએ તેમને મોટી મિજબાની આપી અને તેઓ ખાઈપી રહ્યા એટલે તેણે તેમને અરામના રાજા પાસે પાછા મોકલ્યા. ત્યારથી અરામીઓએ ઇઝરાયલના દેશ પર આક્રમણ કરવાનું બંધ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ23 આથી રાજાએ તેમને સારું ખાવાનું આપ્યું, તેમનું ધ્યાન રાખ્યું અને તેઓને તેઓના રાજા પાસે પાછા સ્વદેશ મોકલી દીધા. ત્યારબાદ અરામી ધાડપાડુ ટૂકડીઓએ ઇસ્રાએલ પર કદી હુમલો કર્યા નહિ. Faic an caibideil |
પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.