૨ રાજા 5:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ જયારે ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાનાં વસ્ત્ર ફાડયાં છે, ત્યારે તેણે રાજાને સંદેશો મોકલ્યો, “તેં શા માટે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં છે? કૃપા કરીને તેને મારી પાસે મોકલ, એટલે તે જાણશે કે અહીં ઇઝરાયલમાં પ્રબોધક છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યાં છે, ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે શા મારે તમારાં વસ્ત્ર ફાડ્યાં છે? સેનાપતિને હમણાં મારી પાસે મોકલો, એટલે તે જાણશે કે ઇઝરાયલમાં પ્રબોધક છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ઈશ્વરભક્ત એલિશાએ એ વિષે સાંભળીને રાજાને સંદેશો મોકલ્યો: “તમે શા માટે દુ:ખી થઈ ગયા છો? એ માણસને મારી પાસે મોકલો એટલે તેને ખબર પડશે કે ઇઝરાયલમાં સંદેશવાહક છે!” Faic an caibideilપવિત્ર બાઈબલ8 પણ જ્યારે દેવના માંણસ એલિશાના જાણવામાં આવ્યુ કે ઇસ્રાએલના રાજાએ પોતાનાં વસ્ત્ર ફાડયાં છે, ત્યારે તેણે તેને સંદેશો મોકલ્યો: “તું શા માંટે ગભરાઈ ગયો છે? તું નામાંનને માંરી પાસે મોકલ, એટલે એ જાણશે કે અહીં ઇસ્રાએલમાં યહોવાનો એક સાચો પ્રબોધક છે.” Faic an caibideil |
તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’”