Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 5:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ જ્યારે મારા રાજા મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં સેવા કરવા જાય છે, ત્યારે હું રિમ્મોનના મંદિરમાં નમું છું. કૃપા કરી તમારા ચાકરની આ બાબત યહોવાહ ક્ષમા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 આ [એક] બાબતમાં યહોવા મને ક્ષમા કરો. એટલે કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે હુ રિમ્મોનના મંદિરમાં નમું છું. રિમ્મોનના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તમારા સેવકને ક્ષમા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 હું મારા રાજા સાથે અરામના દેવ રિમ્મોનના મંદિરમાં જઉં છું, ત્યારે તેની આગળ નમું છું એ બાબતમાં પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ મને જરૂર ક્ષમા કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 માંત્ર આટલી એક બાબતમાં હું યહોવાની ક્ષમાં યાચું છું, અને તે એ કે માંરા રાજા જયારે રિમ્મોન દેવના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે માંરા હાથનો ટેકો લે છે. અને તેઓ ત્યાં પગે લાગે છે. ત્યારે હું પણ પગે લાગું છું. યહોવા, આ સેવકને આટલી ક્ષમાં કરો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 5:18
9 Iomraidhean Croise  

પણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વનાં ઘૂંટણ બઆલની આગળ નમ્યાં નથી અને જેઓમાંના કોઈનાં મુખે તેને ચુંબન કર્યું નથી.”


યહોવાહે તેઓની સાથે કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે બીજા દેવોનો ડર રાખવો નહિ, તેઓને નમવું નહિ, તેમની પૂજા કરવી નહિ, તેમને યજ્ઞો કરવા નહિ.


જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો, તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઊતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો.


ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી?” એલિશાએ કહ્યું, “જો, તું તે તારી આંખોથી જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.


યહોવાહ કહે છે કે, તે સમયોમાં તથા તે દિવસોમાં, ઇઝરાયલનો દોષ શોધશે, પણ તેઓને મળશે નહિ. હું યહૂદિયાના પાપની તપાસ કરીશ, પણ તે મળશે નહિ. કેમ કે, જેમને હું જીવતા રહેવા દઈશ તેમને હું માફ કરીશ.”


આર નગરની તરફ ઢળતો, તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ.”


તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan