Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી દ્રાક્ષવેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 એક જણ શાકપાંદડું વીણવા માટે સીમમાં ગયો. તેણે એક જંગલી વેલો જોયો, ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી ઈંદ્રવરણાં વીણ્યાં. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોળી નાખ્યાં; કેમ કે તેઓ તે ઓળખતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 તેઓમાંથી એક જણ ખેતરોમાંથી કંઈક છોડપાન લેવા ગયો. તેને એક જંગલી વેલો મળી ગયો અને તેણે પોતાના ઉપરણામાં સમાય તેટલાં ઇંદ્રવરણાં તોડી લીધાં. પછી તે લાવીને એ શું છે તે જાણ્યા વિના સેરવામાં નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 એક જણ ખેતરમાં શાકપાંદડું ભેગા કરવા ગયો ત્યાં તેણે એક જંગલી વેલામાંથી તેના ગોળ નાના ફળ તોડીને માંસની વાનગી રંધાતી હતી તેમાં નાખ્યાં. પણ તેઓ આને ઓળખતા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:39
9 Iomraidhean Croise  

એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો.


ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.


એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો. અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ.”


પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.


વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.


મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે?


પણ મેં પોતે તને પસંદ કરી રોપ્યો ત્યારે તું ઉત્તમ દ્રાક્ષવેલો, તદ્દન અસલ બીજ હતો. તો તું બદલાઈને અવિશ્વાસુ થયો અને મારી પ્રત્યે દ્રાક્ષવેલાનો નકામો છોડ થઈ ગયો છે!


પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.


તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય,


Lean sinn:

Sanasan


Sanasan