૨ રાજા 3:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ઇઝરાયલે નગરોનો નાશ કર્યો અને દરેક માણસે જમીનના દરેક સારા ભાગમાં પથ્થર નાખીને ખેતરોને ભરી દીધા. બધા ઝરાને તેમણે બંધ કરી દીધાં, બધાં જ સારાં વૃક્ષો કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ પથ્થરો રહેવા દીધા. અને સૈનિકોએ ગોફણથી તેના પર હુમલો કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેઓએ નગરો પાડી નાખ્યાં, અને દરેક માણસે જમીનના દરેક સારા ટુકડામાં પથ્થર નાખીને તેને ભરી કાઢ્યો. તેઓએ પાણીના સર્વ ઝરા પૂરી નાખ્યા, ને સર્વ સારાં ઝાડ કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ તેના પથ્થરો રહેવા દીધા; તોપણ ગોફણ મારનાર એની આસપાસ ફરીને એના પર મારો ચલાવતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 ફળદ્રુપ ખેતરમાં થઈને પસાર થતાં પ્રત્યેક ઇઝરાયલી તેમાં પથ્થર ફેંક્તો; એમ છેવટે બધાં ખેતરો પથ્થરોથી છવાઈ ગયાં. તેમણે ઝરા બંધ કરી દીધા અને ફળાઉ વૃક્ષો કાપી નાખ્યાં. છેવટે પાટનગર કિર-હેરેસ બાકી રહ્યું, અને ગોલંદાજોએ તેને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તેમણે નગરોને ભોંયભેગા કરી નાખ્યાં, દરેક માંણસે એક એક પથ્થર નાખીને દરેક ખેતરને પથ્થરથી ભરી દીધાં. બધા ઝરણાંને તેમણે બંધ કરી દીધા, અને બધાં જ સારા વૃક્ષો કાપી નાખ્યાં, આખરે તેમણે કીર-હરેસેથને ઘેરો ઘાલ્યો અને પથ્થરથી હુમલો કરવા માંટે ગોફણિયાઓનો ઉપયોગ કર્યો. Faic an caibideil |