Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 સવારે બલિદાન અર્પણ કરવાના સમયે એમ થયું કે, અદોમ તરફથી પાણી આવ્યું અને દેશ પાણીથી ભરાઈ ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 સવારે સુમારે અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે, જુઓ, અદોમ તરફથી પાણી આવ્યું, ને દેશમાં બધે પાણી પાણી થઈ રહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 પછીની સવારે, સવારના નિત્યના અર્પણના સમયે, અદોમ તરફથી પાણી આવ્યાં અને એ સમગ્ર પ્રદેશમાં ફરી વળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પછી ખરેખર એમ જ થયું. બીજે દિવસે સવારમાં યજ્ઞ કરવાને વખતે અદોમની દિશામાંથી પાણી વહેવા લાગ્યું અને આખો દેશ જળબંબાકાર થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:20
8 Iomraidhean Croise  

સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવાહ, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો.


જયારે બધા મોઆબીઓએ સાંભળ્યું કે, રાજાઓ તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા માણસો એકત્ર થઈને સરહદ પર ઊભા રહ્યા.


તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.


જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં. પણ શું તે આપણને રોટલી આપી શકે છે? શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?”


હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan