૨ રાજા 25:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જયારે સૈનિકોના સેનાપતિઓએ અને તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને ઉપરી તરીકે નીમ્યો છે, ત્યારે તેઓ મિસ્પામાં આવ્યા. તે આ માણસો હતા: એટલે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માખાથીનો દીકરો યઝાન્યા, તેઓના માણસો ગદાલ્યાને મળ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 હવે સૈન્યના સર્વ સરદારોએ તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને લૂબો ઠરાવ્યો છે, ત્યારે તેઓ, એટલે નથાન્યાનો દીકરો ઈશ્માએલ, કારેહનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માકાથીનો દીકરો યઝાન્યા, તેઓ પોતાના માણસો સહિત ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 યહૂદિયાના અમલદારો અને સૈનિકોમાંથી જે શરણે ગયા નહોતા તેમણે એ સાંભળ્યું. તેઓ મિસ્પામાં ગદાલ્યા સાથે જોડાયા. આ અમલદારોમાં નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, યોહાનાનનો પુત્ર કારેયા, નયેશ નગરના તાન હુમેથનો પુત્ર સરાયા અને માઅખાનો યઝાન્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 જયારે લશ્કરી ટુકડીઓના સેનાપતિઓએ અને તેમના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને શાસન કર્તા નીમ્યો છે, ત્યારે તેઓ તેને મળવા મિસ્પાહ ગયા, એટલે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહનો પુત્ર યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો પુત્ર સરાયા, માઅખાથીનો પુત્ર યાઅઝાન્યા, અને તેઓના માણસો ગદાલ્યાને મળ્યા. Faic an caibideil |
પરંતુ યર્મિયાએ જવાબ આપ્યો નહિ ત્યારે નબૂઝારઅદાને કહ્યું, “શાફાનના દીકરા, અહિકામના દીકરા, ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદા નગરો ઉપર હાકેમ બનાવ્યો છે, તેની પાસે પાછો જા. અને તેની પાસે લોકોમાં રહે અથવા જ્યાં કઈ તને યોગ્ય લાગે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ રક્ષક ટુકડીના સરદારે તેને ખોરાક અને ભેટ આપ્યાં અને વિદાય કર્યો.