૨ રાજા 25:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, તેના પર પિત્તળનું મથાળું હતું. તેની ઊંચાઈ ત્રણ હાથ હતી, મથાળાની ચારે બાજુ જાળીકામ અને દાડમો પાડેલાં હતાં, તે બધાં પિત્તળનાં બનાવેલાં હતાં. પહેલાંની જેમ બીજો સ્તંભ પણ જાળીકામ કરેલા જેવો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એક થાંભલાની ઊંચાઈ અઢાર હાથ હતી, ને તેના પર પિત્તળનું મથાળું હતુ. મથાળાની ઊંચાઈ ત્રણ હાથ હતી. મથાળ પર ચારે તરફ જાળી તથા દાડમો પાડેલા હતા, તે તમામ પિત્તળનાં હતાં. આની જેમ બીજા થાંભલાને પણ જાળીદાર નકશી [પાડેલી] હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 બન્ને તામ્રસ્તંભ એક્સરખા હતા. પ્રત્યેક સ્તંભ આશરે આઠ મીટર ઊંચો હતો અને તેની ટોચે તાંબાનો કળશ હતો. કળશની ઊંચાઈ 1.3 મીટરની હતી અને તેના પર દાડમોનું નકશીકામ કોતરેલું હતું. 1.3 મીટર ઊંચાઈનો કળશ હતો. કળશની ચારે તરફ પિત્તળનાં દાડમનું કોતરકામ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ17 એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, અને તેના પર કાંસાની મથોટી હતી અને તેની ઉંચાઈ ત્રણ હાથ હતી, તે એક ઢાંકણું હતું જે ગોળ ફરતું હતું અને દરવાજે લટકતું હતું મથાળા પર ચોગરદમ જાળી તથા દાડમો પાડેલાં હતાં, અને તે એક ગોળાકાર જેવું માળખું હતું. બીજો સ્તંભ પણ જાળીદાર નકશી પાડેલી હતી અને તેના જેવો જ હતો. Faic an caibideil |