Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 23:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તે યરુશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારુન નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો. પછી નકોએ દેશ પર એકસો તાલંત ચાંદી અને એક તાલંત સોનાનો કર નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તે યરુશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારુન-નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો, અને તેના દેશ પર એકસો તાલંત રૂપાની, તથા એક તાલંત સોનાની ખંડણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 ઇજિપ્તનો રાજા નેખો તેને પકડીને હમાથ પ્રદેશના રિબ્બામાં લઈ ગયો, એટલે તેના અમલનો અંત આવ્યો. નેખોએ યહૂદિયા પર 3.4 ટન રૂપાની અને 3.4 કિલો સોનાની ખંડણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 ફારુન નકોહે તેને યરૂશાલેમ કબજે કરતો અટકાવવા માટે હમાથમાં કેદ પકડયો અને પછી તેણે દેશ પર 7,500 પાઉંડ ચાંદી અને 75 પાઉંડ સોનાનો કર નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 23:33
18 Iomraidhean Croise  

આમ, સુલેમાને અને તેની સાથે બધાં ઇઝરાયલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તે મિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ સાત દિવસ અને બીજા સાત દિવસ એમ કુલ ચૌદ દિવસ સુધી ઉજવણી કરી.


માટે યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશ્શૂરના રાજાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “મેં તને નારાજ કર્યો છે. હવે અહીંથી પાછો જા. તું જે શરતો મારી આગળ મૂકશે તેનો હું સ્વીકાર કરીશ.” આથી આશ્શૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને ત્રણસો તાલંત ચાંદી અને ત્રીસ તાલંત સોનું આપ્યું.


તેના દિવસોમાં મિસરનો રાજા ફારુન-નકો આશ્શૂરના રાજા સામે લડવા ફ્રાત નદી સુધી ગયો. યોશિયા રાજા યુદ્ધમાં તેની સામે ગયો, નકો રાજાએ તેને જોયો, તેણે તેને મગિદ્દોમાં મારી નાખ્યો.


યહોયાકીમ ફારુનને સોનું અને ચાંદી ચૂકવતો. ફારુનના હુકમ પ્રમાણે નાણાં આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો. ફારુન નકોના હુકમ પ્રમાણે તે દેશના લોકો મધ્યેથી તે દરેક માણસ પાસેથી ચાંદી તથા સોનું જબરદસ્તીથી લેતો હતો.


રક્ષકટોળીનો સરદાર નબૂઝારઅદાન તેઓને લઈને રિબ્લાહમાં બાબિલના રાજા પાસે લાવ્યો.


તેઓ રાજાને પકડીને રિબ્લાહમાં બાબિલના રાજા પાસે લાવ્યા, ત્યાં તેને સજા કરવામાં આવી.


જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.


ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.


મિસર વિષે; “મિસરના રાજા ફારુન નકોનું સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું. જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તે પ્રસંગ વિષેની વાત.


તેણે વિધવાઓ પર બળાત્કાર કર્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં. અને તેની ગર્જનાના અવાજથી દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.


તેઓએ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂર્યો અને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. તેનો અવાજ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને પર્વતોના કિલ્લામાં રાખ્યો.


તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી.


તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે.


Lean sinn:

Sanasan


Sanasan