૨ રાજા 23:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 યોશિયાએ મરેલાંઓ અને આત્માઓ સાથે વાત કરનારનો નાશ કર્યો. વળી તેણે જાદુગરોને, મૂર્તિઓને, તથા યહૂદિયા અને યરુશાલેમમાં જોવામાં આવેલી બધી ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરી, જેથી યહોવાહના સભાસ્થાનમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી ભૂવાઓ, જાદુગરો, તરાફીમ, મૂર્તિઓ, ને જે બધી ધિક્કારપાત્ર વસ્તુઓ યહૂદિયા દેશમાં તથા યરુશાલેમમાં જોવામાં આવી. તેઓને યોશિયાએ દૂર કરી, જેથી યહોવાના મંદિરમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 પ્રમુખ યજ્ઞકાર હિલકિયાને મંદિરમાંથી જડી આવેલ પુસ્તકમાં લખેલા નિયમો અમલમાં આવે તે માટે યોશિયા રાજાએ યરુશાલેમ અને યહૂદિયાના બાકીના બધા ભાગમાંથી પ્રેતાત્માનો સંપર્ક સાધનારા અને જોશીઓને તેમ જ સર્વ ઘરદેવતાઓને, મૂર્તિઓને અને વિધર્મી પૂજાની સર્વ સાધનસામગ્રી દૂર કર્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ24 આ ઉપરાંત યોશિયાએ યાજક હિલ્કિયાને યહોવાના મંદિરમાંથી મળેલી પોથીમાંના નિયમશાસ્ત્રાનાં વચનોનું પાલન કરવા માટે કહ્યું અને બધાં તાંત્રિકો, મેલી વિદ્યાના ઉપાસકો, કુળદેવો અને યહૂદાના પ્રદેશમાં અને યરૂશાલેમમાં જોવામાં આવતી બધી મૂર્તિઓ જે અનાદરને પાત્ર હોય તે બધી બાળી નાખીને તેનો નાશ કરીને તે જગ્યા સાફ કરી નાખી. Faic an caibideil |