૨ રાજા 22:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 “જાઓ અને આ મળેલાં પુસ્તકનાં વચનો વિષે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાહને પૂછો. કેમ કે, આપણા વિષે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી, તે કારણથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 “તમે જઈને આ મળેલા પુસ્તકમાંનાં વચનો વિષે મારે માટે, લોકો માટે તથા સર્વ યહૂદિયા માટે યહોવાને પૂછો; કેમ કે આપણા વિષે જે બધું લખેલું છે તે પ્રમાણે કરવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ કાન ધર્યો નથી, તે કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 “આ પુસ્તકના શિક્ષણ સંબંધી મારે માટે અને યહૂદિયાના સર્વ લોકો માટે પ્રભુને પૂછો. આપણા પૂર્વજો આ પુસ્તકમાં જે લખ્યું છે તે પ્રમાણે વર્ત્યા નથી અને તેથી પ્રભુ આપણા પર કોપાયમાન થયા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 “જાઓ અને મારા અને લોકોના વતી આ જે પોથી મળી આવી છે તેમાંનાં વચનો વિષે યહોવાને પ્રશ્ર્ન કરો. આપણા પર યહોવા ખૂબ રોષે ભરાયા છે અને તેઓ આપણને સજા કરશે, કારણકે આપણા પૂર્વજોએ આ પોથીમાં જે કંઈ કરવાનું લખવામાં આવ્યું છે તેનું પાલન કર્યુ નહોતું. તેમાં જે આપણે કરવું જોઇએ તેમ કહ્યું છે, તે આપણે નહોતું કર્યું.” Faic an caibideil |
અમે અમારા પૂર્વજો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે તે પ્રમાણે અમે અવશ્ય કરીશું. કેમ કે તે વખતે અમારી પાસે પુષ્કળ રોટલી હતી. અમે સુખી અને સમૃદ્ધ હતા. અને અમે વિપત્તિ જોઈ ન હતી.