૨ રાજા 18:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ આશ્શૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબ-સારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમમાં મોકલ્યા. તેઓ માર્ગે મુસાફરી કરીને યરુશાલેમ પહોંચ્યા. તેઓ યરુશાલેમ પહોંચીને ધોબીના ખેતરના માર્ગ પર આવેલા ઉપરના તળાવના ગરનાળા પાસે થોભ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને આશૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબસારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમ મોકલ્યા. તેઓ નીકળીને યરુશાલેમ આવ્યા. ત્યાં પહોચ્યા પછી તેઓએ ધોબીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 આશ્શૂરના સમ્રાટે તેના સરસેનાપતિ, મુખ્ય નિયામક અને મુખ્ય અમલદારને હિઝકિયા સામે લડવા મોટું સૈન્ય લઈને યરુશાલેમ મોકલ્યા. તેમણે યરુશાલેમ આવીને ઉપલાણના કુંડમાંથી પાણી લાવનાર ખાઈ પાસે, ધોબીઘાટને રસ્તે પડાવ નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 લાખીશથી આશ્શૂરના રાજાએ સેનાપતિઓને, અને તેના મહત્વના અમલદારોને વિશાળ લશ્કર સાથે યરૂશાલેમ મોકલ્યા. અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને ઘોરી માર્ગ પર આવેલા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, Faic an caibideil |
તારા સંદેશાવાહકો દ્વારા તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તેઁ કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું. તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને, તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ.