Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ત્યારે આશ્શૂરના રાજાએ આજ્ઞા કરી કે, “જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ત્યારે આશૂરના રાજાએ આજ્ઞા કરી, “જે યાજકોને તમે ત્યાંથી લાવ્યા હતા, તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ. તેઓ જઈને ત્યાં વસે, ને તે તેમને તે દેશના ઈશ્વરની રીત શીખવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેથી સમ્રાટે હુકમ કર્યો: “આપણે જે કેદીઓ પકડી લાવ્યા છીએ તેમાંથી યજ્ઞકારોમાંના કોઈ એક જૂથને પાછું મોકલો; તેને ત્યાં જઈ રહેવા દો જેથી તે લોકોને તે દેશમાં ઈશ્વરનું નિયમશાસ્ત્ર શીખવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:27
7 Iomraidhean Croise  

યરોબામે ઉચ્ચસ્થાનોનાં પૂજાસ્થાનો બંધાવ્યાં; તેણે લેવીપુત્રોમાંના નહિ એવા બાકીના લોકોમાંથી યાજકો ઠરાવ્યાં.


ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’


માટે તેઓએ આશ્શૂરના રાજાને કહેવડાવ્યું કે, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનના નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી. આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે, જુઓ સિંહો લોકોને મારી નાખે છે, કેમ કે, એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા.”


તેથી જે યાજકોને તેઓ સમરુનમાંથી લઈ આવ્યા હતા, તેઓમાંથી એક યાજક આવીને બેથેલમાં રહ્યો, તેણે તેઓને કેવી રીતે યહોવાહની આરાધના કરવી તે શીખવ્યું.


યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.


વળી તને એઝરા, ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કરજે અને ફ્રાત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા ઈશ્વરના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓની નિમણૂક કરજે. જો તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રના જ્ઞાનથી અજાણ હોય તો તારે તેઓને શીખવવું.


ત્યારે મિખાએ કહ્યું, “હવે હું જાણું છું કે ઈશ્વર મારે માટે સારું કરશે, કારણ કે આ લેવી મારો યાજક છે.


Lean sinn:

Sanasan


Sanasan