૨ રાજા 16:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પછી આહાઝ રાજાએ યાજક ઉરિયાને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના દહનીયાર્પણનું અને તેના ખાદ્યાર્પણનું, તેમ જ દેશનાં બધાં લોકોનું દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેયાર્પણો જ ચઢાવવાં. દહનીયાર્પણનું બધું રક્ત તથા યજ્ઞનું બધું રક્ત તેની પર જ છાંટવું. પણ પિત્તળની વેદી યહોવાહની સલાહ પૂછવા ફક્ત મારા માટે જ રહેશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 આહાઝ રાજાએ ઊરિયા યાજકને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના દહનીયાર્પણનું, રાજાના દહનીયાર્પણનું, તથા તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના સર્વ લોકનાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમનાં પેયાર્પણનું દહન કરવું. દહનીયાર્પણનું બધું રકત તથા યજ્ઞનું બધું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પછી તેણે ઉરિયાને આજ્ઞા આપી: “સવારનાં દહનબલિ અને સાંજનાં ધાન્યાર્પણ માટે, રાજા અને લોકોનાં દહનબલિ અને ધાન્યાર્પણ માટે અને લોકોના દ્રાક્ષાસવનાં પેયાર્પણ માટે મારી આ નવી વેદી વાપરો.” બલિદાન કરવામાં આવતાં બધાં પ્રાણીઓનું રક્ત તેના પર રેડો. પણ તામ્રવેદી મારે માટે રાખ; તેનો ઉપયોગ હું ભવિષ્ય જાણવા કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પછી રાજા આહાઝે યાજક ઊરિયાને આજ્ઞા કરી કે, “હવેથી તમારે સવારની આહુતિ અને સાંજનું અર્પણ અને રાજાના અર્પણો બધા લોકોની આહુતિ અને પેયાર્પણો બધુ આ મોટી વેદી પર જ ચડાવવું. દરેક બલિદાનોનું લોહી અને બધાં અર્પણોનું લોહી તેની પર જ છાંટવું. કાંસાની વેદી ફકત મારી એકલાની જ રહેશે.” Faic an caibideil |