૨ રાજા 15:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે સમયે મનાહેમે તિફસા પર અને જેઓ ત્યાં હતા તે બધાં પર અને તિર્સાની આસપાસની સરહદોને ઘેરીને તેના પર હુમલો કર્યો અને તેઓને માર્યા. કેમ કે, તેઓએ તેને માટે નગરનો દરવાજો ઉઘાડ્યો નહિ.તેણે હુમલો કરીને લૂંટ ચલાવી. નગરની સર્વ ગર્ભવતી સ્રીઓને ક્રુરતાપૂર્વક ચીરી નાખી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે સમયે મનાહેમે તિફસા તથા તેના સર્વ રહેવાસીઓને, તથા તિર્સાથી માંડીને તેના આખા પ્રદેશમાં રહેનારાંને માર્યા. તિફસાના લોકોએ તેને માટે દરવાજો ઉઘાડ્યો નહિ, માટે તેણે એને લૂટ્યું; અને તેમાંની સર્વ ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 મનાહેમ તિર્સાથી આવી રહ્યો હતો ત્યારે તેણે માર્ગમાં આવતા તિફસા નગરમાં લૂંટ ચલાવી અને તેના રહેવાસીઓ તથા આસપાસના પ્રદેશના રહેવાસીઓનો સંહાર કર્યો, કારણ, તે નગરે તેની શરણાગતિ સ્વીકારી નહોતી. ત્યાં તેણે સગર્ભા સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ16 એ સમય દરમ્યાન મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહને હરાવ્યો. તેણે નગરમાં તથા આજુબાજુના પ્રદેશોમાં વસતાં સૌ લોકોનો સંહાર કર્યો; કારણ કે એ લોકોએ તેના માટે નગરનાં દ્વાર ખોલ્યાં નહોતાં, તેણે નગરની સર્વ સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખ્યાં. Faic an caibideil |