૨ રાજા 14:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. યહોવાહે આજ્ઞા કરી હતી, “સંતાનોને લીધે પિતાઓ માર્યાં જાય નહિ, તેમ જ પિતાઓને લીધે સંતાનો માર્યાં જાય નહિ. પણ દરેક વ્યક્તિ પોતાના પાપને લીધે જ માર્યો જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. તે [પુસ્તક] માં યહોવાએ આજ્ઞા કરી હતી, “છોકરાંને લીધે પિતાઓ માર્યા ન જાય, તેમ જ પિતાઓને લીધે છોકરાં માર્યા ન જાય; પણ દરેક જણ પોતાના જ પાપને લીધે માર્યો જાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 છતાં તેણે તેમના પુત્રોને મારી નાખ્યા નહિ, પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાનું પાલન કર્યું: ‘સંતાનોનાં પાપ માટે માબાપ માર્યાં જાય નહિ અને માબાપનાં પાપ માટે સંતાનો માર્યાં જાય નહિ. પોતાનાં પાપ માટે વ્યક્તિ પોતે જ મારી જાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.” Faic an caibideil |