Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એલિશાએ કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી તેણે તે બારી ઉઘાડી. પછી એલિશાએ કહ્યું, “તીર ચલાવ!” તેણે તીર છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાહના વિજયનું તીર, અરામ પરના વિજયનું તીર હતું. કેમ કે તું અરામીઓને અફેકમાં મારીને તેમનો નાશ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તેણે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉધાડ;” એટલે એણે તે ઉધાડી. પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે બાણ છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાનું જયનું બાણ. તું અફેકમાં અરામીઓને મારીને તેમનો નાશ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પછી સંદેશવાહકે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી રાજાએ અરામ તરફની બારી ઉઘાડી. એલિશાએ કહ્યું, “બાણ માર” રાજાએ બાણ માર્યું કે સંદેશવાહક બોલી ઊઠયો, “એ તો જે વડે તું અરામ પર વિજય મેળવશે તે પ્રભુનું બાણ છે. તું અરામીઓ સાથે એફેકમાં લડીને તેમને હરાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “પૂર્વ તરફની બારી ઉઘાડી નાખ.” અને યોઆશે તેમ કર્યુ, પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે છોડયું, એટલે એલિશા બોલ્યો, “એ અરામ પરના યહોવાના વિજયનું બાણ હતું. તું અરામને એફક પાસે પૂરેપૂરી હાર આપીશ!”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:17
14 Iomraidhean Croise  

જયારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે પૂરા સામર્થ્યથી ચઢાઈ કરજે. તે વખતે હું યહોવાહ તારી આગળ પલિસ્તીઓના સૈન્ય પર હુમલો કરવા તારી અગાઉ ગયો છું. એવું સમજ જે.”


નવું વર્ષ શરૂ થતાં, બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો.


તેથી સૈન્યએ સાત દિવસ સુધી સામસામે છાવણી રાખી. પછી સાતમાં દિવસે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયલી લોકોએ એક જ દિવસમાં અરામના પાયદળના એક લાખ સૈનિકોને મારી નાખ્યા.


પછી એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તારો હાથ ધનુષ્ય પર મૂક.” એટલે તેણે પોતાનો હાથ તેના પર મૂક્યો. પછી એલિશાએ પોતાનો હાથ રાજાના હાથ પર મૂક્યો.


ત્યારે એલિશાએ કહ્યું, “હવે બીજાં તીર લે,” એટલે યોઆશે તે લીધાં. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તેનાથી જમીન પર માર.” રાજાએ ત્રણ વાર જમીન પર માર્યું પછી તે અટકી ગયો.


માટે હવે આ તારી લાકડી સાથે લઈ જા. એના વડે તું ચમત્કારો કરી બતાવજે.”


પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.”


કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે; પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે.


અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,


શમુએલનું વચન સર્વ ઇઝરાયલીઓ પાસે આવતું હતું. હવે ઇઝરાયલીઓ પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા ગયા. તેઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan