૨ રાજા 11:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 સાતમે વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાઈઓના શતાધિપતિઓને તેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે એકત્ર કર્યા. તેણે તેઓની સાથે કોલકરાર કર્યો, ને યહોવાના મંદિરમાં તેમને સોગન ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પણ સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે રાજવી અંગરક્ષકોના અધિકારીઓ અને રાજમહેલના સંરક્ષકોના અધિકારીઓને આમંત્રણ પાઠવી પ્રભુના મંદિરમાં બોલાવ્યા અને પોતાની યોજના અન્વયે તેણે તેમની સોગંદપૂર્વક સંમતિ લીધી. તેણે તેમને રાજા અહાઝયાનો પુત્ર યોઆશ બતાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 સાતમે વર્ષે મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા. Faic an caibideil |