૨ રાજા 10:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી યેહૂએ તેઓને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારા પક્ષના હો, મારું સાંભળવા તૈયાર હો, તો આવતી કાલે આ સમયે તે માણસોના એટલે તમારા માલિકના દીકરાઓનાં માથાં લઈને યિઝ્રએલમાં મારી પાસે આવજો.” એ સિત્તેર રાજકુમારો નગરના મુખ્ય માણસોની દેખરેખ નીચે હતા, તેઓ રાજકુમારોની સુખાકારી માટે જવાબદાર હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો, “જો તમે મારા પક્ષના હો, ને મારું સાંભળવા ઇચ્છતા હો, તો તે માણસોનાં, એટલે તમારા ધણીના દીકરાઓનાં, માથા લઈને કાલે આશરે આ સમયે મારી પાસે યિઝ્એલ આવજો.” તે સિત્તેર રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો: “તમે મારા પક્ષમાં હો અને મારું માનવા તૈયાર હો તો કાલે આ સમય સુધીમાં આહાબના રાજવંશજોનાં માથાં મારી પાસે યિઝએલ લઈ આવો.” આહાબ રાજાના સિત્તેર વંશજો સમરૂનના અગ્રગણ્ય નાગરિકોના હવાલામાં હતા અને તેઓ તેમનો ઉછેર કરી રહ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ6 ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.” રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં. Faic an caibideil |