૨ રાજા 10:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આથી ઘરના કારભારીએ, નગરના અમલદારોએ, વડીલોએ તથા દીકરાઓના રક્ષકોએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે તમારા ચાકરો છીએ. તમે જે કંઈ કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા બનાવીશું નહિ. તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 આથી [રાજાના] ઘરના કારભારીએ તથા નગરના કોટવાલે, વડીલોએ તથા [પુત્ર] રક્ષકોએ યેહૂ પાસે માણસો મોકલીને કહાવ્યું, “અમે તમારા દાસ છીએ, તમે જે કંઈ અમને કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા નહિ ઠરાવીએ. તમારી ર્દષ્ટિમાં જે સારું લાગે તે કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેથી રાજમહેલના અધિકારીઓ અને નગરના સંરક્ષકોએ, અગ્રગણ્ય નાગરિકો અને વાલીઓએ મંત્રણા કરીને યેહૂ પર આ સંદેશો મોકલ્યો: “અમે તમારા સેવકો છીએ અને તમે કહો તે કરવા તૈયાર છીએ. અમે તો કોઈને રાજા બનાવવાના નથી; તમને યોગ્ય લાગે તેમ કરો.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.” Faic an caibideil |