૨ રાજા 10:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તો પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નિયમ પ્રમાણે ચાલવાની તેના પૂરા હૃદયથી કાળજી રાખી નહિ. યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તે કરવાનું તેણે ચાલું રાખ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હ્રદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહિ. યરોબામે પોતે જે પાપો કરીને ઇઝરાયલની પાસે પાપ કરાવ્યાં હતાં, તેવાં પાપ કરવાં તેણે ચાલુ રાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ31 પણ યેહૂએ યહોવાના આદેશોનું હૃદયપૂર્વક પાલન ન કર્યું. યરોબઆમ ઇસ્રાએલ પાસે જે પાપ કરાવતો હતો તે કરવામાંથી પોતે દૂર રહી શક્યો નહિ. Faic an caibideil |