Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પછી યેહૂ અને રેખાબનો દીકરો યહોનાદાબ બઆલના મંદિરમાં ગયા. તેણે બઆલના ભક્તોને કહ્યું, “બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાહના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહિ, પણ ફક્ત બઆલના સેવકો જ હોય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને યેહૂ તથા રેખાબનો દીકરો યહોનાદાબ બાલના મંદિરમાં ગયા. તેણે બાલના સેવકોને કહ્યું, “બરાબર તપાસ કરીને જુઓ કે, અત્રે તમારી સાથે યહોવાના સેવકોમાંનો કોઈ ન હોય, પણ ફક્ત બાલના જ સેવકો હોય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી યેહૂ પોતે રેખાબના પુત્ર યહોનાદાબ સાથે મંદિરમાં ગયો અને ત્યાંના લોકોને કહ્યું, “ચોક્સાઈ કરો કે અહીં માત્ર બઆલના જ ઉપાસકો હાજર છે, અને પ્રભુનો કોઈ ઉપાસક અંદર આવ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પછી યેહૂ અને રેખાબનો પુત્ર યહોનાદાબ લોકોને સંબોધન કરવા મંદિરના અંદરના ભાગમાં ગયા; તેઓએ કહ્યું, “જેઓ બઆલનું ભજન કરે છે તેઓ જ અહીં હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. જેઓ યહોવાનું ભજન કરે છે તેઓમાંનો કોઈ અહીં હોવો જોઈએ નહિ!”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:23
7 Iomraidhean Croise  

શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ સરદારની ટુકડીમાંના સૈનિકો હતા. એકનું નામ બાનાહ, બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બેરોથીના દીકરા હતા તેથી બેરોથ પણ બિન્યામીનનો એક ભાગ ગણાતું હતું,


પછી યેહૂએ યાજકનો વસ્ત્રભંડાર સંભાળનાર માણસને કહ્યું, “બઆલના બધા ભક્તો માટે ઝભ્ભા કાઢી લાવ.” એટલે તે માણસ તેઓને માટે ઝભ્ભા કાઢી લાવ્યો.


પછી તેઓ યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ એંશી માણસોને બહાર ઊભા રાખ્યા હતા તેઓને કહ્યું હતું કે, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે.”


પરંતુ તેઓએ કહ્યું, “અમે દ્રાક્ષારસ નહિ પીઈએ. કેમ કે અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા દીકરાઓ કોઈ કાળે દ્રાક્ષારસ પીશો નહિ.


કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”


માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે,


Lean sinn:

Sanasan


Sanasan