૨ રાજા 10:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 માટે હવે બઆલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહિ, કેમ કે, મારે બઆલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહિ આવે તે જીવતો રહેવા પામશે નહિ.” જોકે યેહૂએ બઆલના સેવકોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 માટે હવે બાલના સર્વ પ્રબોધકોને, તેના સર્વ સેવકોને તથા તેના સર્વ યાજકોને મારી પાસે બોલાવો. કોઈ બાકી ન રહે; કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ [કરવાનો] છે.જે કોઇ રહી જશે, તે જીવતો રહેવા પામશે નહિ.” પણ એ તો બાલના સેવકોનો નાશ કરવાની મતલબથી યેહૂએ પક્કાઈથી કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 બઆલના સર્વ સંદેશવાહકો, તેના સર્વ ઉપાસકો અને તેના સર્વ યજ્ઞકારોને એકઠા કરો. કોઈ રહી જાય નહિ, હું બઆલને મોટું બલિદાન ચઢાવવાનો છું અને જે કોઈ હાજર નહિ રહે તે માર્યો જશે.” (આ તો યેહૂની યુક્તિ હતી. એ દ્વારા તે બઆલના બધા ઉપાસકોને મારી નાખવા માગતો હતો.) Faic an caibideilપવિત્ર બાઈબલ19 બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.” પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું. Faic an caibideil |