૨ રાજા 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓએ તેને કહ્યું, એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો, તેણે અમને કહ્યું કે, જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે જઈને તેને કહો કે, યહોવા એમ કહે છે કે, ‘શુ ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેમણે જવાબ આપ્યો, “અમને એક માણસનો ભેટો થઈ ગયો. તેણે અમને તમારી પાસે પાછા મોકલતાં કહ્યું કે પ્રભુ તમને આમ કહે છે: ‘એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા તેં સંદેશકો કેમ મોકલ્યા છે? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેમણે કહ્યું, “એક માંણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જાઓ અને તેને કહો કે, ‘આ યહોવાના વચન છે; ઇસ્રાએલમાં કોઈ દેવ નથી કે, તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબને જઈને પ્રશ્ર્ન કરો છો? આને કારણે તું જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું જરૂર મરી જશે.’” Faic an caibideil |