2 કરિંથીઓ 9:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ભાઈઓ પહેલાં તમારી પાસે આવે, અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે, એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાઈ કે, જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તે [ઉઘરાણું] તૈયાર રાખવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 આ ભાઈઓ મારી પહેલાં તમારી પાસે આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું છે તે અગાઉથી ઉઘરાવી રાખે, તે માટે મેં તેમને વિનંતી કરવાનું જરૂરી ગણ્યું છે; જેથી જ્યારે હું આવું ત્યારે તે દાન તૈયાર હોય, અને તમે ફરજ પડયાથી નહિ, પણ સ્વેચ્છાએ આપો છો તેમ જણાય. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેથી મેં વિચાર્યુ કે અમે આવીએ તે પહેલા આ ભાઈઓને જવાનું હું કહું. તમે જે દાન આપવાનું વચન આપ્યું છે તે તૈયાર રાખવાનું તેઓ પૂરું કરશે. તેથી જ્યારે અમે આવીએ ત્યારે ઉધરાણું તૈયાર હશે, અને તે એ અનુદાન હશે જે તમે આપવા ઈચ્છતા હતા; નહિ કે જે દાન આપવાનું તમે ધિક્કારતા હતા. Faic an caibideil |