Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 8:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે, કારણ કે એક વરસ ઉપર તમે માત્ર [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહિ, પણ એ કામ કરવાની તમારી ઇચ્છા પણ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આ બાબતમાં મારું મંતવ્ય આ પ્રમાણે છે: ગયા વર્ષે તમે દાન ઉઘરાવવાની જે શરૂઆત કરી હતી તેને હવે પૂર્ણ કરો એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાપૂર્વક કરવામાં તમે જ પ્રથમ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે. ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી. અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 8:10
18 Iomraidhean Croise  

ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.


હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનો બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”


વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’”


તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.


હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.


સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.


હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.


સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી.


હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.


પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.


અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું જોઈએ. હું પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.


માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે.


હું આ બાબત આજ્ઞારૂપે નહિ, પણ બીજાઓની ઉત્કંઠાની સરખામણીમાં તમારા પ્રેમની પ્રામાણિકતાની પરીક્ષા કરવાને કહું છું.


કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે.


હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.


ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan