2 કરિંથીઓ 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે અમે આ માંડવામાં રહેતાં બોજાને લીધે ખરેખર નિસાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ. એમ તો નહિ, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય! Faic an caibideilપવિત્ર બાઈબલ4 જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે. Faic an caibideil |