Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને એ રીતે જોતાં જે ગૌરવવાળું હતું તે તેના કરતાં અધિક ગૌરવ [વાળી ધર્મસંસ્થા] ના કારણથી, જાણે ગૌરવરહિત થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આપણે કહી શકીએ કે ભૂતકાળનું તેજસ્વી ગૌરવ હાલના વિશેષ તેજસ્વી ગૌરવને કારણે જતું રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે જૂની સેવાનો મહિમા છે. પરંતુ નવી સેવાના વધારે અધિક મહિમાવાન સાથે સરખાવતા તેના મહિમાનો ખરેખર છેદ થયો.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:10
11 Iomraidhean Croise  

જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; અને તારાઓ પણ નિર્મળ નથી.


ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે.


‘શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?


ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.


કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!


કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!


કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.


ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan