Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 2:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 2:3
17 Iomraidhean Croise  

તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?


અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે;


હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;


હું અભિમાન કરીને મૂર્ખ થયો કેમ કે તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા કારણ કે જો હું કંઈ જ ન હોઉં તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઊતરતો નથી.


પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે; અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જારકર્મ કરતા હતા અને એવાં પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણાં વિષે હું દુઃખી થાઉં.


એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.


કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.


જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.


મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદ પામું છું.


પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો;’


જોકે મેં મારા પત્રથી તમને દુ:ખી કર્યા અને તેનું મને દુ:ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ:ખી કર્યા હતા.


તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, કે જેની અમે ઘણી બાબતોમાં ઘણીવાર કસોટી કરી અને તે અમને મહેનતુ માલૂમ પડ્યો છે અને હમણાં તો તમારા પર તેનો ઘણો ભરોસો હોવાથી તે વધારે મહેનતુ હોવાની ખાતરી થયેલી છે.


તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.


તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.


તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan