Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 10:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેઓ પોતાનાં વખાણ કરે છે, તેઓમાંના કેટલાકની સાથે અમે પોતાની ગણના કરવાને અથવા પોતાને સરખાવવાને છાતી ચલાવતા નથી. પણ તેઓ, અંદરોઅંદર પોતાને એકબીજાથી માપીને તથા પોતાને એકબીજાની સાથે સરખાવીને, બુદ્ધિ વગરના છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 બહુ મહાન માનનારાઓની હરોળમાં પોતાને મૂકવાની કે તેઓની સાથે સરખાવવાની અમે હિંમત કરતા નથી. તેઓ કેવા મૂર્ખ છે! તેઓ પોતે જ પોતાનો માપદંડ બનાવે છે, અને પોતાનાં ધોરણોથી જ પોતાનો ન્યાય કરે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જે લોકો એમ માને છે કે પોતે ખૂબ જ મહત્વના છે, તેવા લોકોની ટોળીમાં દાખલ થવાની અમે હિંમત નથી કરી શકતા. અમે તેઓની સાથે અમારી સરખામણી પણ નથી કરતા. તેઓ પોતેજ પોતાનો માપદંડ બને છે, અને તેઓ જે છે તેના થકી પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે. આ બતાવે છે કે તેઓ કશું જ જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 10:12
10 Iomraidhean Croise  

“નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે.


વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.


પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.


બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.


ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.


કેમ કે પવિત્ર આત્માનાં પરાક્રમથી, વાણી અને કાર્ય વડે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મોના પ્રભાવથી બિનયહૂદીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું કરીશ નહિ;


તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું.


કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.


શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?


અમે ફરીથી તમારી આગળ પોતાને વખાણતા નથી પણ અમારે વિષે તમને ગૌરવ કરવાનો પ્રસંગ આપીએ છીએ, એ માટે કે જેઓ હૃદયથી નહિ, પણ દંભથી અભિમાન કરે છે, તેઓને તમે ઉત્તર આપી શકો.


Lean sinn:

Sanasan


Sanasan